Rajkot શહેરમાં છાશવારે પકડાતા માદક પદાર્થોને કારણે સ્પષ્ટ થઈ ગયું છે કે તેનો વપરાશ પણ વધી ગયો છે. શહેરમાં સૌથી મોટા પ્રમાણમાં ગાંજા બાદ મેહેડ્રોન કે જે એમડી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે પકડાય છે. ગઈકાલે એસઓજીએ ૧૯.૯૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે જલાલમીયા તાલબમીવા કાદરી (ઉ.વ.૫૧, રહે. બજરંગવાડી શેરી નં.ર, ટાવર નીચે, જામનગર રોડ)ને ઝડપી લઈ તપાસ આગળ પપાવી છે.
Rajkot: ગાંજા બાદ સૌથી વધુ મેફેડ્રોન ડ્રગ્સનું એસઓજીના પીઆઈ એસ.એમ. ચલણ, અમદાવાદના સપ્લાયરનું નામ ખુલ્યું
Rajkot: પીએસઆઈ એમ.બી. માજીરાણાએ મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગની સામેના કાચા રસ્તા પરથી એકટીવા ઉપર પસાર થયેલા જલાલમીયાને અટકાવી તેની અંગઝડતી લેતાં ૧૯.૫ર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત એસઓજીએ રૂ।. ૧.૯૫ લાખ ગણી હતી. વાહન અને મોબાઈલ સહિત કુલ રૂા.૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
એસઓજીને તપાસ કરતાં જાણવા મળ્યું કે જલાલમીયા વર્ષોથી ફૂટની રેંકડી કાઢે છે. થોડા સમયથી તેણે કાપડનો ધંધો પણ શરૂ કર્યો હતો. તે પોતે પણ અગાઉ ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. જેને કારણે તેણે બાદમાં ડ્રગ્સ વેચવાનું શરૂ કરી દીધું લઈ આવ્યાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં તેના વિરૂધ્ધ અગાઉ માદક પદાર્થના બે કેસો પણ નોંધાયા છે. આમ છતાં તેનાથી કોઈ ફરક ન પડવો હોય તેમ તેણે ડ્રગ્સનો વેપલો ચાલુ રાખ્યો હતો. હતું.
એસઓજીને એવી શંકા છે કે તેના મોટાભાગના ગ્રાહકો ભજરંગવાડી આસપાસના જ હોવા જોઈએ. તેણે અમદાવાદમાં જે શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદ કર્યું હતું તેને પકડવા માટે હવે ગાંધીગ્રામ- ૨ પોલીસ પ્રયાસો કરશે. આ ઉપરાંત છેલ્લા કેટલાં સમયથી ડ્રગ્સનો વેપલો કરે છે તે સહિતના મુદ્દે પણ ગાંધીગ્રામ-૨ પોલીસ તપાસ કરશે.