તાજેતરમાં Okhaમાં માછીમારોને ભેળસેળયુક્ત ડિઝલનું વિતરણ થયાની રાવ ઉઠી હોવાનો તથા શુદ્ધ ઈંધણનાં અભાવે માછીમારો દરિયામાંથી અધવચ્ચેથી જ પરત આવતા મોટું નુકસાન થયું હોવાની ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા હરકતમાં આવ્યું છે. અને તપાસનો આદેશ। થયો છે. સેંકર્ડો માછીમારોની રોજીરોટીને સ્પર્શતા આ મુદ્દાની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લેવામાં આવી છે અને આ અંગે તપાસ કરી અહેવાલ સોંપવા માટે ઓખા મત્સ્યોદ્યોગ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી, મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાનની કચેરી જામનગરને દ્વારકા નાયબ કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
Okha: મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ પહોંચી
ઉલ્લેખનીય છે કે વિપરીત વાતાવરણને કારણે માછીમારી સિઝન ૧ ઓગસ્ટને બદલે ૧૫ ઓગસ્ટથી આરંભ થઇ હતી એ પછી પણ તોફાની વાતાવરણને કારણે માછીમારી સિઝન વિલંબથી આરંભ થઈ હતી અને ઉપરથી ઈધણમાં ભેળસેળ આવતા માછીમારો અધવચ્ચેથી પરત ફરતા મોટુ નુકશાન થયું હોવાની માછીમારોની ફરીયાદ છે. ઈધણમાં ભેળસેળની રાવની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ પણ ખૂલી શકે એવી અટકળો ચાલી રહી છે. હાલ તો આ મામલે તપાસનાં આદેશથી ખળભળાટ મચી ગયો છે