Dhoraji શહેરમા પાલિકા તંત્રેના દાવા મુજબ આઠ લાખના ખર્ચે મોરમ પાથરીને રસ્તઓ રિપેર કરવામાં આવ્યા છે. પણ હાલ રસ્તામાં જયાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે. લોકો હસી રહ્યા છે કે જો પાલિકાએ મોરમ ખરેખર નિષ્ઠાથી પાથરી હોય તો રસ્તામાં ખાડા રહેવા ન જોઈએ. પણ રસ્તામાં કયાય મોરમ દેખાતી જ નથી શુંબિલ બની ગયા ?
Dhoraji શહેરના રોડ રસ્તાની હાલત ખૂબ જ કફોડી બની છે, ધોરાજીમાં પ્રવેશવાના મુખ્ય માગ અન્ય ગામો અને શહેરને જોડતા રસ્તાઓ ની ભારે દુર્દશા છે .ધોરાજીના ઉપલેટા રોડ જમનાવડ આવી રોડ, જામકંડોરણા રોડ, કે પછી જેતપુર રોડ, જુનાગઢ રોડ આ તમામ મુખ્ય માગી ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયા રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તો એ શોધવું મુશ્કેલ થઈ પડયું છે. છાસવારે રોડ રસ્તા ને લીધે નાના મોટા અકસ્માતો સર્જાય છે.
વાહન ચાલકોને ખરાબ રસ્તાના કારણે તેમના વાહનોમાં ખરાબીઓ આવી રહી છે, પગપાળા ચાલીને જતા બાળકો મહિલાઓ કે વૃદ્ધોએ પણ અકસ્માતના ભયથી રસ્તા પર ચાલવું પડી રહ્યું છે .ધોરાજીમાં વરસાદ પડયા પછી રોડ રસ્તાની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે .લોકોએ આક્ષેપ કયી હતો કે તાજેતરમાં શહેરમાં આઠ લાખના ખર્ચે મોરમ પાથરવામાં હતી એ મોરમ તો જાણે શહેરના રસ્તાઓ પરથી ક્યાં ગાયબ થઈ ગઈ એ ખબર પડતી નથી.