Rajkot એઈમ્સમાં એક મહિલા તબીબે એઈમ્સના ડાયરેક્ટર ડો.સીડીએસ કટોચ વગેરે ચાર ઉચ્ચ અધિકારીઓ સામે પોતાને ઉત્પીડન, હેરાનગતિ કરાતી હોવા અંગે પી.એમ.પોર્ટલ મારફત કલેક્ટરને ફરિયાદ અરજી કરતા આ અરજીની તપાસ કરીને સત્ય શોધવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ સંબંધિતોને આદેશ કર્યો છે. તો બીજી તરફ એઈમ્સના સૂત્રોએ આક્ષેપોને તદ્દન ખોટા કહ્યા છે.
Rajkot: મહિલા તબીબ સામે ફરિયાદો ઉઠતા કામ બદલાવાયું હતું,તંત્ર ઉપર દબાણ લાવવા ખોટા આક્ષેપો-એઈમ્સ મહિલાએ ઈન્સ્ટીટ્યુટની કમિટિને | બદલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી જે અન્વયે જો પુરતા પૂરાવા મળે તો પોલીસ ફરિયાદ નોંધવા | પણ આદેશ થતો હોય છે. પરંતુ, હાલ ઈન્ટરનલ કમિટિને તપાસ કરીને રિપોર્ટ કરવા જણાવાયુ છે. બીજી તરફ, એઈમ્સના સૂત્રોએ જણાવ્યું કે આ મહિલા તબીબને મહત્વના હોદા અપાયા હતા.
પરંતુ, ફેકલ્ટીઝ અને અન્ય કર્મચારીઓ દ્વારા આવેલી ફરિયાદો અનુસંધાને તેમને હોદા પરથી અન્યત્ર મુકવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર ઉપર હવે દબાણ લાવવા ખોટા આક્ષેપ કરાઈ રહ્યા છે. તો એઈમ્સના વહીવટી અધિકારીએ પોતાને આ સાથે કોઈ નિસ્બત નહીં હોવા છતાં ફરિયાદમાં નામ અપાયાનું જણાવ્યું હતું.