મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી એ Porbandarના સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈશ્રમદાનમાં સહભાગી થયા હતા તેઓની સાથે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે. આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ પર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું