આજના સમયમાં મોટાભાગના લોકો તેમની પર્સનાલિટીને નિખારવા માટે વિવિધ પ્રકારની દાઢી રાખવાનું પસંદ કરે છે  

ઘણા લોકોને રોજ સવારે ઉઠ્યા પછી દાઢી કરવાની આદત હોય છે

જ્યારે કેટલાક લોકો મહિનાઓ સુધી દાઢી કરતા નથી  

પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે દરરોજ દાઢી કરવી ફાયદાકારક છે કે નુકસાન?  

નિષ્ણાંતોના મતે દાઢી રાખવાથી સ્કિનને કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો દાઢી મોટી હોય તો તેને રોજ સારી રીતે ધોવી જોઈએ.  

ચહેરા પર ધૂળ, કીટાણુઓ એકઠા થઈ જાય છે જેને ફેસ વોશથી ધોવા જોઈએ.  

તમારી દાઢી વધારવી અને તેને દરરોજ સાફ ન કરવાથી ચેપનું જોખમ વધી શકે છે.