આસો નવરાત્રિનો પ્રારંભ આવતી કાલ એટલે કે 3 ઓક્ટોબર ગુરૂવારથી થઇ રહ્યો છે.  

આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યાં છે.  

કળશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. જેથી આપને સવારે ઘટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે.  

આ ઉપરાંત બપોરના સમયે અભિજીત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકો છે. અભિજીત મુહૂર્ત શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.  

સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.પૂજા સમયે લાલ વસ્ત્રો પહેરો.  

સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો  

આસન બિછાવો તેના પર ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.