Suratમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકોને હવે આરટીઓ નોટિસ મોકલી રહી છે. જે અંતર્ગત ૫૫ લોકોને નોટિસ મોકલવામાં આવી છે. રફ ડ્રાઈવિંગ, અસ્માત માટે જવાબદારે કે નશામાં ડ્રાઇવ કરનારા ચાલકોની ટ્રાફિક પોલીસે વિગતો આપી હતી
Suratમાં રફ ડ્રાઇવિંગને કારણે જીવલેણ અથવા અકસ્માત માટે જવાબદાર હતા અથવા નશામાં વાહન ચલાવતા વાહન ચાલકો પકડાયા હતા. તેમને નોટિસ આપીને એક અઠવાડિયાની અંદર આરટીઓ સમક્ષ હાજર થઇને ખુલાસો કરવા આદેશ કરાયો છે. જો તેઓ યોગ્ય કારણો ન આપી શકે તો આગામી ૬ મહિના માટે તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે.
એઆરટીઓ આકાશ પટેલ એ કહ્યું કે અમે ૩૦ સપ્ટેમ્બર થી જીવલેણ અથવા અકસ્માત માટે જવાબદાર હોવાનું જણાતા વાહન માલિકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. સુરત શહેર ટ્રાફિક પોલીસે એવા ડ્રાઈવરોની માહિતી આપી જે છેલ્લા એક-બે મહિનામાં જીવલેણ અથવા અકસ્માતના સ્થળેથી પકડાયા હતા અને તેમની બેદરકારીને કારણે અન્ય પેસેન્જરને નુકસાન થયું હતું. અત્યાર સુધી આવા પપ ડ્રાઈવરોની વિગતો મળી છે.