Gondal: અકસ્માતમાં કહેવાય છે કે નજર હટી તો દુર્ઘટના ઘટી પરંતુ આ સુત્ર અકસ્માત પુરતુ જ સિમિત 1 નથી નાણાકીય હેરફેરમાં પણ આવો બનાવ બની શકે છે. સ્કૂટરની ડોકીમાંથી કે બાઈકમાં પૈસાની ભરાવેલી થેલી પણ તસ્કર નજર ચૂકવી ઊઠાવી જાય છે. અહીં કોર્ટની બાજુમાં જમીન માપણીદાર રૂા. ૨.૨૪ લાખની રોકડ તથા લેપટોપ ભરેલી બેગ કારમાં રાખીને જમવા ગયા કે તુરત જ તસ્કરે નાણા ભરેલી બેગ ઊઠાવી લીધી હતી. જો કે સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ તસ્કરને દબોચી લીધો છે.

Gondal: તસ્કર માપણીદારની હીલચાલ પર નજર રાખતો હતો આખરે કારમાંથી નાણાં ભરેલી બેગ ઊઠાવી લીધી!

Gondalના ચરખડી ગામે રહેતા ભરતભાઈ હરસુખભાઈસખીયા(ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને Gondal કોર્ટની બાજુમાં સેપરોન કોમ્પલેક્ષમાં જમીન માપણીની ભાગીદારીમાં ઓફીસ ચલાવે છે.

તેઓ સવારના દસેક વાગ્યાની આસપાસ તે પોતાની ઓફીસે આવેલ હતો. ત્યાં અલગ અલગ ખેડૂતો તેમની | જમીનની કરેલ માપણીના કુલ રૂા. ૨ લાખ આપી ગયેલ હતાં. બાદમાં બપોરના પોતાની અલ્ટો કાર કોમ્પ્લેક્ષની સામે પાર્ક કરેલ હતી. ત્યાં જઈ કારમાં બેગમાં રૂા. ૨.૨૪ લાખ રોકડા, એક લેપટોપ રાખ્યા હતાં. બાદમાં પોતે પણ કાર લોજની બાજુમાં પાર્ક કરી જમવા માટે ગયેલ હતો. પોતે લોજમાં જમીન પોતાની કાર પસાર આવી જોયેલ તો પોતાનાથી ગાડીના કાચ ખુલ્લા રહી ગયેલ હતા.

તે ગાડી લઈ જેતપુર બાજુ જવા નીકળી ગયેલ હતો. થોડે દુર પહોંચતા આ ગાડીમાં રાખેલ રોકડા રૂા ૨.૨૪ લાખ અને લેપટોપ રાખેલ બેગ જોવામાં આવેલ નહીં. જેથી તુરંત ગાડી પાર્ક કરી આજુબાજુ શોધખોળ કરેલ પરંતુ બેગ મળી હતી નહીં તેથી રોકડા રૂા ૨.૨૪ લાખ તથા લેપટોપ મળી કુલ રૂા. ૨.૩૪ લાખની મત્તા ભરેલ બેગ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટયો હતો. એ પછી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.સી. ડામોરની રાહબરીમાં સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં એક શખ્સને દબોચી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યા હતો. વધુમાં જાણવા મળેલ વિગત અનુસાર, તસ્કર ફરિયાદીની ઓફીસ નીચે જ બેસી રહેતો શખ્સ તેમની ચહલ પહલ પર નજર રાખતો અને થોડાં દિવસ પહેલા ફરિયાદીએ રોકડ ભરેલ બેગ કારમાં રાખતા તેમની નજર પડતાં ચોરીને અંજામ આપ્યો હતો.