અમદાવાદ, નવરાત્રિનું પર્વ જેમ નજીક આવી રહ્યું છે તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ડોક્ટરોના મતે, ખેલૈયાઓએ સતત Garba કરવાનું ટાળવું જોઈએ અને ૨૦-૨૫ મિનિટના અંતરે થોડી મિનિટ માટે બ્રેક લેતા રહે તે હિતાવહ છે.

નિયમિત વ્યાયામ નહીં કરતી વ્યક્તિએ નોનસ્ટોપ Garba કરતા પહેલાં હૃદયની તપાસ કરાવવી હિતાવહ

છેલ્લા કેટલાક વર્ષથી યુવા વયે હૃદયની સમસ્યા શા ધરાવનારામાં વધારો થયો છે. આવી કોઈ સ્થિતિ સર્જાય નહીં માટે Garba રમતી વખતે ચક્કર આવે, છાતીમાં ભારેપણું આવે, માથાનો દુખાવો થાય, ઉલટી જેવું થાય, પરસેવા સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય, શ્વાચ્છોશ્વાસમાં તકલીફ થાય તો તુરંત જ ગરબા બંધ કરવા જોઇએ. લક્ષણો વધે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ખેલૈયાઓએ નવરાત્રિ દરમિયાન કેળું અથવા નાળિયેર પાણી અથવા મખાના જેવા પોટેશિયમ- મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાવા જોઇએ, ગરબા રમતાં પહેલા પેટ ભરીને ખોરાક લેવો પણ હાનિકારક સાબિત થઈ શકે છે.

દિવસમાં ઓછામાં ઓછું ૩ લિટર પાણી લેવું જોઈએ. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીતા રહેવું જરૂરી છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયની સમસ્યા જેવા રોગ હોય તો લાંબો સમય સુધી ગરબા ટાળવા જોઇએ. આ સમસ્યા અંગેની દવા લેવાનું ચૂકો નહીં તે પણ જરૂરી છે. યોગ્ય લાગે તો એકવાર તમારા ડોક્ટરની મુલાકાત લઈને ગરબા માટે તેમની મંજૂરી મેળવવી જોઈએ. ખાસ કરીને ૪૦થી વધુ વયની વ્યક્તિ જેનિયમિત વ્યાયામ કરતી નથી અને બ્લડ પ્રેશર-ડાયાબિટીસની સમસ્યાનો કૌટુંબિક ઈતિહાસ હોય તો તેમણે ગરબા કરતાં પહેલા હૃદયની તપાસ કરાવવી હિતાવહ છે.