Vadodaraમાં શનિવારની રાતથીજ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં પૂરનો ખતરો ઉભો થયો હતો. રવિવારે બપોરે કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા બે કલાકમાં તો જળબંબાકાર સ્થિતિ શહેરમાં સર્જી દીધી હતી. વિશ્વામિત્રી નદીનું જળસ્તર બપોરે જ એક ફૂટ વધ્યું હતું. તેમાં ધરખમ વધારો થવાની શરુઆત થતાં જ વડાદરામાં ફરી પૂરસંકટ તોળાઇ રહ્યું છે.
Vadodara: પૂરની આપદામાંથી માંડ બેઠા થઈ રહેલા લોકો ફરીવાર માથે ઝળુંબતા સંકટથી ભયભીત, ગાજવીજ સાથે પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર
Vadodara બીજી બાજુ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ઝડપથી વધે છે. આજવાનું હાલ રૂલ લેવલ ૨૧૩ ફૂટ છે. આજવાની સપાટી ૨૧૨.૮૫ ફૂટ હતી. હજી એક મહિના પહેલાંજ વિનાશક પૂરની આપદામાં ફસાયેલા લોકો માંડ બેઠા થઈ રહ્યા છે, ત્યાં ફરીવાર માથે ઝળુંબતા પૂરસંકટથી ભયભીત બની ગયા છે.
આજે બપોરે બેથી ચાર વાગ્યા સુપી માત્ર બે કલાકમાં ગણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ એક કલાકમાં ૭.૨૦ મિમી વરસાદ પડયો હતો. સવારે છથી સાંજે છ વાગ્યા સુધી શહેરમાં કુલ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. બર્પોરે વીજળીના કડાકાભડાકાના પગલે એક તબક્કે લોકોમાં ગભરાટ કેલાયો હતો.શહેરમાં અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ધરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. એક મહિના પહેલાં પોધમાર વરસાદ અને બાદમાં આવેલા પૂરના દ્રશ્યો લોકોની નજર સમક્ષ હરી વળ્યા હતાં.
પાણીની આવક પ્રતાપપુરા અને આજવાથી કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ વિશ્વામિત્રીના ઉપરવાસ અને આજુબાજુના વિસ્તારોમાં પણ જે ભારે વરસાદ પડયો છે. તેના પાણીની આવક ચાલુ રહી છે અને તે કંટ્રોલ થઈ શકતું નથી. જેથી નદીની સપાટીમાં અડધો કલાકે ત્રણ ચાર ઈંચ પાણી વધી રહ્યું છે. હવે જો વરસાદ બંધ રહે તો સ્થિતિ નિયંત્રણમાં રહી શકે. જો કે આ વખતે વડોદરાની આસપાસમાં બહુ ભારે વરસાદ નથી.