Ahmedabad: ગુજરાત જાહેર સેવા આયોગમાં સીધી ઓળખાણ હોવાનું કહીને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પર નિમણૂંક અપાવવાનું કહીને ચાર ગઠિયાઓએ છ યુવાનો પાસેથી સાડા ત્રણ કરોડ જેટલી રકમ પડાવીને છેતરપિંડી કરવાના મામલે ક્રાઈમબ્રાંચે આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને વટવા, માધુપુરા, મણિનગર અને મિરઝાપુરમાં આવેલી ઓફિસમાં તપાસ દરમિયાન ૫૦ જેટલી ફાઈલો મળી હતી. જેમાં તેમને વિવિધ સરકારી વિભાગમાં પોસ્ટીંગ માટેની લાલચ આપીન કરોડો રૂપિયા પડાવી લીધાની શક્યતા છે. જેના આધારે પોલીસ પુછપરછ કરવા માટે નોટિસ પાઠવશે.

Ahmedabad: વટવા, માધુપુરા, મણિનગર અને મિરઝાપુરની ઓફિસમાંથી ૫૦થી વધુ ફાઈલો મળીઃ કૌભાંડનો આંક મોટો

નિકોલમાં રહેતા યોગેશભાઇ પટેલ | અને તેમના પાંચ મિત્રોને જીપીએસસી દ્વારા લાગવગથી ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ | પર નિમણૂંક અપાવવાનું કહીને સાડા ત્રણ | કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં | ઝડપાયેલા મુખ્ય આરોપી જલદીપ ટેલર | સહિત જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડ્યાઅને હિતેશ સેનની ટોળકીની પુછપરછ માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા તમામના ૧૦ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.