Gondalમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ શહેરનાં વિસ્તારો ઉપરાંત મુખ્ય બજારોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે એવામાં નિશાચરોએ પોલીસ ચોકી નજીક પણ ચોરી કરી છે. દુકાનનું શટર ઊંચકીને તસ્કરી તેલનાં ડબ્બા, સૂકોમેવો, કરિયાણું મળીને રૂા.૫૦ હજારનો માલ-સામાન ઉસેડી ગયા બે દિવસ પહેલાં મોડી રાત્રીના | પોલીસે તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

Gondal: માંડવી ચોક પોલીસ ચોકીથી આશરે ૫૦૦ મીટર સામે વિક્ટરી ટોકિઝ પાસે કરિયાણાની તેજશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તાળુ તોડી સટર ઊંચકી તેલના ડબ્બા, સુકોમેવો, કરિયાણું મળી આશરે ૫૦,૦૦૦ થી વધુ ની ચોરી થઈ હતી. દુકાનદાર દ્વારા સવારે દુકાન ખોલતા ચોરી થયેલ જણાતા તેમણે વેપારી મહામંડળમાં જાણ કરી પોલીસ ફરિયાદ કરી હતી.

જેથી સીસીટીવી કેમેરાની મદદથી છેલ્લા ઘણા સમયથી નાની બજાર, ચોરા શેરી, ચુનારા શેરી, માંડવી ચોક સામે જે ભગવાન અન્નક્ષેત્ર સહિત તાળા તોડી નાની મોટી ચીઝ વસ્તુઓ ની ચોરી થતી હોય વેપારી ફરિયાદ કરતા ના હોઈ તસ્કરો બેફામ બન્યા છે. જેથી રાત્રી પેટ્રોલીંગ તેમજ પોલીસ બંદોબસ્ત રાખવો જરૂરી હોઈ તેવી વેપારીઓ માંગ કરી છે.