Jamnagarમાં એક માર્બલના કારખાનામાં પથ્થરનું કટીંગ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું છે.
Jamnagar: ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી મજૂર પથ્થર કાપવાનું મજૂરી કામ કરતો હતો
મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો વતની નમનસિંહ રામુસિંહ રાજપુત હાલ ઢીંચડા રોડ પર રહે છે, અને એક માર્બલના કારખાનામાં મજૂરી કામ કરે છે. જેને ગઈકાલે માર્બલના કટીંગ કામ દરમિયાન એકાએક ડ્રીલ મશીનમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે તેની સાથે જ કામ કરતા ઓમસિંહ રાજપૂતે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.