રાજકોટ: આવતીકાલ રવિવારે Saurashtraના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, સોમનાથ સહિત મોટાભાગના જિલ્લામાં તીવ્ર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ જારી કરાયું છે પરંતુ, ગાંધી જયંતિથી સૌરાષ્ટ્રમાં સુકુહવામાન રહેવા આગાહી છે.
Saurashtra: સતત વરસાદી માહૌલથી તાપમાન ઘટયું, ડીસામાં દેશનું સૌથી ઓછું તાપમાન ૧૯.૪, રાજકોટમાં ૨૨સે.થી ઠંડક
સોમવાર અને મંગળવારે અમરેલી, ભાવનગર, સોમનાથ, દિવ એ પટ્ટી ઉપર હળવા વરસાદની શક્યતા છે જ્યારે બાકીના સૌરાષ્ટ્રમાં સુકુ હવામાનની આગાહી કરાઈ છે. આમ, એકંદરે નવરાત્રિ પહેલા ચોમાસાની વિદાય થવાની સંભાવના વચ્ચે જો નવી સીસ્ટમ ન રચાય તો રાસ ગરબાના નવ રાત્રિ,દિવસ વરસાદનું વિઘ્ન નહીં નડવાની સંભાવના છે. દરમિયાન સતત વરસાદી માહૌલથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટયું છે, આજે ડીસા ખાતે દેશનું સૌથી નીચું તાપમાન ૧૯.૪ સે. નોંધાયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી નીચું તાપમાન સવારે ૨૨.૨ સે. રાજકોટ ખાતે નોંધાયું હતું અને સવારે ઠંડકનો અહેસાસ થયો હતો.