Ahmedabad: સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે રાજ્યની તમામ સરકારી યુનિ.ઓમાં પી.એચડી પ્રવેશ માટેની જીકાસ આધારિત કોમન ઓનલાઈન પ્રક્રિયા આજે જાહેર કરી દેવામા આવી છે.જે મુજબ રાજ્યની ૧૨થી વધુ સરકારી યુનિ.ઓમાં પીએચડી માટે ૧લી ઓક્ટોબરથી જીકાસ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે અને જે ૧૦મી સુધી ચાલશે.
Ahmedabad: ૧૦મી સુધી રજિસ્ટ્રેશન: વિદ્યાર્થીએ ૩૦૦ રૂ. ઉપરાંત જે તે યુનિ.ની પરીક્ષા ફી ભરવી પડશે
ગુજરાત યુનિવર્સિટી, એસ.પી,સૌરાષ્ટ્ર, ઉ.ગુ.,દ.ગુ., ભાવનગર, મધ્ય ગુજરાત, કચ્છ યુનિ., એમ.એસ.યુનિ, અને ટીચર્સ યુનિવર્સિટી સહિતની રાજ્યની ૧૨થી વધુ સરકારી યુનિ.ઓમાં પીએચડી પ્રવેશ માટે જીકાસ પર ૧લી૧૦ ઓક્ટોબર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીએ જે યુનિ.માં પ્રવેશ લેવો હોય તે યુનિ.માં રૂબરૂ જઈને ઓરિજનલ ડોક્યુમેન્ટસનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ આગળની તમામ પ્રક્રિયા જે તે યુનિ.કરશે.જીકાસની સૂચના મુજબ વિદ્યાર્થી એક વાર ઓનલાઈન ફોર્મ સબમીટ કર્યા બાદ તેમાં કોઈ પણ સુધારો કરી શકશે નહીં કે યુનિ.અને વિષયમાં ફેરફાર કરી શકશે નહીં.
વિદ્યાર્થીએ જીકાસમાં રજિસ્ટ્રેશનની ૩૦૦ રૂપિયા ફી ભરવા ઉપરાંત જે તે યુનિ.ની પરીક્ષા ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે.જેમાં ગુજરાત યુનિ.સીલેક્ટ કરતા ૩૦૦ ઉપરાંત યુનિ.ની ફી ૭૦૦ રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે. ગુજરાત યુનિ.માં ૭૫થી વધુ વિષયોની અંદાજે ૮૫૦ જેટલી પી.એચડી બેઠકો છે. ગુજરાત યુનિ.દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા હવે ૨૫મી ઓક્ટોબર બાદ લેવાય તેવી શક્યતા છે.