વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે પાંચમા દિવસે કાલાઘોડા પાસે સ્વચ્છતા કરતા (AAP) Aam admi partyના કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસે ધરપકડ કરી છે અને તેમને ફતેગંજ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા છે . ભાજપ સરકાર કામ તો કરતી નથી પરંતુ જે કામ કરે છે તેઓને કરવા દેતી નથી. આ દમનકારી તાનાશાહી સરકાર લોકોને ગુલામ બનાવીને રાખવા માંગે છે. આ સિવાય Aam admi partyના વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાને પોલીસે નજર કેદ કર્યા હતા. ભાજપ સરકાર પોતાની તાનાશાહી બતાવી રહી છે. કારણ કે ભાજપ સરકારે જોયું કે આમ આદમી પાર્ટીના વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાનમાં વડોદરાના સામાન્ય લોકો પણ જોડાઈ રહ્યા છે, માટે ભાજપ હવે આ અભિયાનને કચડી નાખવા માંગે છે.

આ દરમિયાન વડોદરા શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, પોલીસે મને નજર કેદ કરેલો છે, એટલે હું કાર્યક્રમમાં હાજર થવા પોલીસ સાથે આવવા નીકળેલ. પરંતુ કાલાઘોડા પહોંચતા પહેલા જ ઉપરથી કોલ આવી જતાં તેઓ મને પરત ઘરે લઈ આવ્યા છે અને નજર કેદ રાખેલ છે એટલે એ વાત તો પાકી છે હવે B J P કોઈ કામ કરતી નથી અને B J P ને આમ આદમી પાર્ટીના વિશ્વમિત્રી સફાઈ અભિયાન અને તેમાં વડોદરાની તમામ જનતા જોડાઇ રહી હોવાથી ડર લાગવા લાગ્યો છે અને તેથી હવે તેણે તેની ચરમસીમાને પાર કરી નક્કી કરી લીધું છે કે ના વિશ્વામિત્રી સાફ કરીશું અને ના આમ આદમી પાર્ટી તથા તેમની સાથે જોડાયેલી વડોદરાની ભોળી ભાળી જનતાને વિશ્વામિત્ર સાફ કરવા દઈશું. તેથી B J P તેમની નિમ્ન કક્ષાની હરકતો પર આવી આમ આદમી પાર્ટીના સૈનિકોને ડિટેન કરવા સરમુખત્યારશાહી ચાલુ કરી છે.