Surat શહેરમાં હુમાયુસરાય, મુઘલ સરાયથી જાણીતી સુરત મહાપાલિકાની કચેરીને વકફ બોર્ડની મિલકત જાહેર કરવા વર્ષ સૌપ્રથમવાર ૨૦૧૬માં અરજી થઈ હતી. તે અરજી અંશતઃ મંજૂર કરી મહાપાલિકાના હેડ ક્વાટરને વકફની સંપત્તિ જાહેર કરાઈ હતી. વકફ બોર્ડના આ આદેશને મહાપાલિકાએ વકફ ટ્રિબ્યુનલમાં કાનૂની પડકાર ફેંકતા ટ્રિબ્યુનલે તા.૩જી એપ્રિલ ૨૦૨૪એ સુરત મહાપાલિકાની તરફેણમાં ચુકાદો જાહેર વકફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો.

Surat: વોર્ડ નં. ૧૧ નોંધ નં. ૧૫૦૪થી નોંધાયેલી મિલકતને વકફ મિલકત તરીકે દાખલ કરવા ૨૦૧૬માં અરજી થઈ હતી

વર્ષ ૧૬૪૪માં રૃપિયા ૩૩૦૮૧ના ખર્ચે શાહજહાંના શાસનકાળ દરમિયાન હુમાયુ સરાય કે જે આજે Surat મહાનગર પાલિકાનું હેડ ક્વાટર્સ છે તેનું નિર્માણ થયું હતું. શાહજહાંની દિકરી જહાંઆરા બેગમની જાગીરના વિશ્વાસું ઈશાક બેગ યઝદી ઉર્ફે | સુરત હકીકત ખાતે આ મિલકત ઊભી કરી હતી. વોર્ડ નં. ૧૧ નોંધ નં. ૧૫૦૪થી નોંધાયેલી રાજ્ય આ મિલકતમાં વર્ષ ૧૯૬૬થી સુરત ગઈ મહાનગર પાલિકાનું હેડ ક્વાટર કાર્યરત છે. મુગલીસરાના નામે ઓળખાતી આ ઐતિહાસિક ઈમારતને હુમાયુ સરાય નામ આપવાની માંગણી સાથે વર્ષ ૨૦૧૬માં વકફ બોર્ડમાં સૈયદપુરાના અબ્દુલ્લા જરુલ્લાહએ નહીં, અરજી કરી હતી. અરજીમાં વકફ અધિનિયમ ૩૬ને ટાંકી મહાપાલિકાની મુખ્ય કચેરીને વકફ બોર્ડની માલિકી તરીકે નોંધણી કરવા માંગણી કરાઈ હતી.

વર્ષ ૨૦૨૧માં આ અરજી વકફ બોર્ડે આંશિક રીતે મંજૂર કરી અરજદારની તરફેણમાં હુકમ કયી હતો. વકફ બોર્ડના હુકમ સામે કાયદાકીય લડત આપવા મહાપાલિકાએ દ્વારા વકફ ટ્રિબ્યુનલમાં કાયદાકીય પડકાર ફેંકવામાં આવ્યો હતો. વકફ બોર્ડે બંને પક્ષની દલીલોને અંતે તા. ૩જી એપ્રિલ ૨૦૨૪ને દિવસે સુરત મહાનગર પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મહાપાલિકાની મુખ્ય કચેરીને વકફની મિલકત જાહેર કરવાના વકફ બોર્ડના નિર્ણયને રદબાતલ કયી હતો. એટલું જ વકફ બોર્ડના હુકમને ગેરકાયદેસર, કાયદાના પ્રસ્થાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધનો મનસ્વી ગણાવ્યો હતો.