Vadodara શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીનું વિનાશક પૂર ગયા મહિને આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં છેલ્લા એક માસમાં કમાટીબાગમાં જડમૂળથી ૨૨ ઝાડ પડી ગયા છે.
Vadodara: અસંખ્ય વૃક્ષોની મોટી ડાળીઓ તૂટી પડી વાવાઝોડામાં ૬ વૃક્ષ ધ્વસ્ત થયા
Vadodara: બે દિવસ પહેલા તોફાની વરસાદ, સાથે ૧૧૦ કીમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું તેના કારણે ૬ ઝાડ પડી ગયા તેનો પણ સમાવેશ થઈ જાય છે. અસંખ્ય એવા ઝાડ છે જેની ડાળીઓ નમી ગઈ છે, અને તૂટી પડી છે. હાલ પડી ગયેલા ઝાડને હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘણા ઝાડ થડમાં મોટા હોવાથી તે હટાવવાના બાકી છે. જે ઝાડ પડી ગયા છે, તેમાં મોટાભાગના પીળો ગુલમહોર, લીમડો વગેરેનો સમાવેશ થાય છે.
વડોદરામાં બે દિવસ પહેલા જોરદાર વાવાઝોડાને લીધે શહેરમાં આમ તો ૩૦૦ થી વધુ ઝાડ પડી ગયા હતા. ઝાડ પડૂયા બાદ માર્ગો ખુલ્લા કરવા માટે ફાયરે બ્રિગેડ વિભાગને વૃક્ષો હટાવવાની કામગીરી સતત ચાલુ રાખવી પડી હતી. જો કે અત્યાર સુધીમાં દોઢસોથી વધુ પડી ગયેલા ઝાડ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.