Suratમાં ગાજવીજ સાથે વરસાદમાં પાલ આરટીઓ પાસે બે મિત્રોને વીજળીનો ઝટકો લાઘતા એકનું મોત થયું હતું અન્યનો બચાવ થયો હતો. જ્યારે અડાજણ ગૌરવ પથ ઉપર વરસાદી પાણીમાંથી પસાર થતા લપસી ગયેલા યુવાનનું મોત થયું હતું.
Surat: કુબેરેશ્વર મંદિર પાસે ઝુંપડામાં ઘર બહાર પગ ધોતા હતા ત્યારે વિજળી પડી: અડાજણમાં વરસાદી પાણીમાં લપસી ગયા બાદ ખેંચ આવતા મોત
Surat સિવિલથી મળેલી વિગત મુજબ આરટીઓ નજીક તાપ્તી કુબેશ્વર મંદિર પાસે ઝૂંપડામાં રહેતો ૨૯ શ્રીઓમ પારસ સહાની બુધવારે ઘર બહાર વરસતા વરસાદમાં પગ ધોતો હતો. મિત્ર જયરામ સહાની પણ હાજર હતો. ત્યારે અચાનક વીજળી પડતા બંને મુકેશ મિત્રોને જોરદાર ઝટકો લાગ્યો હતો. પથ શ્રીઓણ બેભાન થઈ જતા સિવિલમાં ખસેડાયો હતો પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. વીજળીના તણખા તેના પર ઉડયા હોવાનું પોસ્ટમોર્ટમમાં જણાયું હતું.ચામડી દાઝવાના નિશાન નહોતા. ડાબા પગ અને છાતીના ભાગના થોડા વાળ બચી ગયા હતા. વિવિધ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ | થશે.શ્રીઓમ વતન ઉત્તર પ્રદેશના આ ગાઝિયાબાદ થી ૨૫ દિવસ પહેલા જ રોજીરોટી માટે આવ્યો હતો. હાલમાં મહાદેવ તાપી નદીમાંથી રેતી કાઢવાનું કામ કરતો વષીય હતો. બપોરે | મિત્ર તેને બે સંતાન છે. દરમિયાન જયરામનો જીવ બચી ગયો હતો.
બીજા બનાવમાં ઇચ્છાપોરમાં ખડી મહોલ્લામાં રહેતો ૨૫ વર્ષીય સુરજ રાઠોડ ગત સાંજે અડાજણમાં ગૌરવ રોડ પર કેનાલ નજીકમાં જલસા રેસ્ટોરન્ટમાં કામ કરતી તેની પત્નીને મળવા જતો હતો. તે સમયે રેસ્ટોરન્ટ નજીક વરસાદી પાણીમાં તેનો પગ લપસી જતા પડી ગયો હતો. બાદમાં તેને ખેંચ આવતા બેભાન થઈ ગયો હતો. ૧૦૮ ની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. તે મજુરી કામ કરતો હતો. તેની પત્ની રેસ્ટોરન્ટમાં મજુરી કામ કરે છે. બંને બનાવ અંર્ગે પાલ પોલીસે તપાસ હાથ ધરી છે.