Rajkotમાં પી.પી.પી.આવાસ યોજનાના નામ પર અબજો રૂ।.ની જમીન બજાર ભાવની સાપેક્ષે સાવ નજીવા ભાવે બિલ્ડરોને પધરાવી દેવાઈ છે અને હજુ પણ આ સિલસિલો શંકાસ્પદ રીતે મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગતથી જારી છે ત્યારે ટેચ જયભીમનગર વિસ્તારમાં આશરે રૂા.૬૦૦થી ૭૦૦ કરોડની કિંમતની જમીન બિલ્ડર જે.પી.સ્ટ્રક્ચર પ્રા.લિ.ને માત્ર રૂ।. ૧૦૩ કરોડમાં ફાળવી દેવાની હિલચાલ સામે ઉગ્ર જનાક્રોશ સપાટી પર આવ્યો હતો અને શહેરના માર્ગો પર રોષપૂર્વક રેલી નીકળી હતી.

Rajkot: ગરીબોની જમીન પ્રાઈમ લોકેશનમાં આવતા નેતાઓ-બિલ્ડરોને લાળ ટપકી, લત્તાવાસીઓ પગપાળા ૬ કિ.મી. દૂર મનપા કચેરી ધસી ગયા

Rajkot શહેરના સૌથી પ્રાઈમ લોકેશન એવા કાલાવડ રોડને ટચ, નાનામવા રોડ પર ગોલ રેસીડિન્સી સામે આવેલ જયભીમનગરની ૫૬૦૯૨ ચો.મી.જમીન પર ૪૦૦થી વધુ પરિવારો વર્ષોથી રહે છે. આજુબાજુના વિકાસના પગલે આ જમીનના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે મહાપાલિકાએ ત્યાંપગપાળા નીકળી પડ્યા હતા અને આશરે ૬ કિ.મી.દૂર ઢેબરરોડ પર આવેલ મહાપાલિકાની કચેરીએ સૂત્રોચ્ચારો કરતા પહોંચ્યા હતા.

મોટી સંખ્યામાં લોકોને આવતા જોઈને મનપામાં પોલીસ તૈનાત કરી દેવાઈ હતી અને તમામ દરવાજાઓ બંધ કરી દેવાયા હતા. માંગ બાદમાં મ્યુનિ.કમિશનર આપી ડી.પી.દેસાઈ બહાર આવ્યા હતા અને આગેવાનોને પીપીપી યોજના કરવાની “… લત્તાવાસીઓએ જણાવ્યું કે જો આ જમીન જંત્રી દરથી આપવાની હોય તો તે ભાવ ભરવા પણ લત્તાવાસીઓ તૈયાર છે પરંતુ, કોઈ પણ કાળે ગરીબોના કબજાની આ જમીન બિલ્ડરોને મળવા નહિ દઈએ અને મહાપાલિકા ધરાર આ યોજના અમલ કરશે તો આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.