દ્વારકાનાં Jagat Mandirમાં બનતા પ્રસાદની ગુણવત્તાની ચકાસણી યાત્રાધામ તિરૂપતિ મંદિરનાં પ્રસાદનાં વિવાદનાં પગલે તાકિદનો નિર્ણય લઈને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા જગત મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તા અંગે ચકાસણી કરાવાઈ છે. જેનો રિપોર્ટ ૧૫ દિવસમાં આવશે.
વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા અંગે તાજેતરમાં થયેલ વિવાદ બાદ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ Jagat Mandirમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા આઈ.એ.એસ. અમોલ આવટે (મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી) દ્વારા જામનગર ફુડ એન્ડ ડ્રગએડમીનીસ્ટ્રેશન ટીમ દ્વારા જગતમંદિરમાં બનતા પ્રસાદની ચકાસણી માટે પ્રસાદીમાં વપરાતો લોટ, ઘી, મેંદો સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જે અંગે આગામી ૧૫ દિવસમાં રીપોર્ટ આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પૂજારીએ પણ | જગતમંદિર તૈયાર કરાતી પ્રસાદી શુદ્ધતાપૂર્ણ હોવાનું જણાવ્યું છે.આ અંગે મંદિર વહીવટદારે જણાવ્યું હતું કે તેમના અત્યાર સુધીમાં થયેલા અનુભવમાં જગતમંદિરમાં વપરાતી ચીજવસ્તુઓ ગુણવત્તાસભર જણાઈ છે. આમ છતાં પણ ૧૫ દિવસ બાદ આવતા રીપોર્ટમાં પ્રસાદની ગુણવત્તામાં કોઈ કુમી જણાશે તો તેને દૂર કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.