અમદાવાદ સ્થિતિ ઇન્સ્ટીટપુટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૪ વર્ષીય વિદ્યાર્થી અલિત ભુખિયાએ નવા હોસ્ટેલ કેમ્પસમાં તેના રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા યોની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક યુવક તેલંગાણાનો વતની હતો. આત્મહત્યા અંગે હજુ સુધી પોલીસનો કોઈ નક્કર કારણ મળી શકાયું નથી. ત્યારે પોલીસે મૃતકના લેપટોપ અને મોબાઇલ ફોનને તપાસ માટ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, તેના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવશે.

IIM નવા હોસ્ટલ કેમ્પસમાં રહેતા અને એમએસમાં અભ્યાસ ( કરતો ૨૪ વર્ષીય અક્ષિત હૈંમત ભુખિયા ગુરૂવારે બપોરના સમયે તેના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ તેને નીચે ઉતારીને તાત્કાલિક ૧૦૮ પર જાણ કરી હતી. પરંતુ, ૧૦૮ ઈમરજન્સીના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ થતા હોસ્ટેલના રેક્ટર અને અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. બીજી તરફ પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સવારથી તેની વર્તણૂંક સામાન્ય હતી. અચાનક શા માટેઆત્મહત્યા કરી? તેને લઈને અન્ય સાથી વિદ્યાર્થીઓ ચોંકી 1 ઉઠયા હતા. આ અંગે પોલીસે અક્ષિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ હતી. આ અંગે ડીસીપી ઝોન-૨ હિમાંશુ વર્માએ જણાવ્યું કે અલિત પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. જેથી તેના મોત અંગેનું ચોક્કસ કારણ જાણવા માટે તેનો મોબાઈલ ફોન-લેપટોપ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત, તેના મિત્રો અને સહ વિદ્યાર્થીઓના નિવેદન નોંધવામાં આવશે.

મૃતક અક્ષિત આઈઆઈએમના આગામી સમયમાં યોજાનારી રેડ બ્રીક્સ ઇવેન્ટનું કામ સંભાળતો દે હતો. સાથેસાથે અભ્યાસમાં પણ તે હોશિયાર હતો.