Gujarat: શિષ્યવૃત્તિમાં ઉભી થયેલી તકલીફોને લઈને લોકો હેરાન પરેશાન થતા રહે છે. ત્યારે હવે આ મુદ્દે આમ આદમી પાર્ટી આજે તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર સોંપશે. જો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવામાં તકલીફો પડશે, તો શિક્ષણની પરિસ્થિતિ વધુ ખરાબ થશે જેને લઈને આપની પ્રતિક્રિયા સામે આવી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ભાજપના શિક્ષણ વિરોધી અને સંવેદનાહિન નેતાઓના પ્રતાપે જનતા વારંવાર કારણ વગરની પીડાઓ ભોગવી રહી છે. હમણાં ભાજપ સરકારના કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં તકલીફો પડી રહી છે. માટે આમ આદમી પાર્ટી દ્વારા વ્યવસ્થામાં કેટલાક ફેરફારોની માંગ સાથે આવતીકાલે તારીખ 26 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ દરેક જીલ્લામાં કલેક્ટરના મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાના સોંપવામાં આવશે. બપોરે 12:00 વાગે દરેક જિલ્લાના સેવા સદન ખાતે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મળીને આવેદનપત્ર સોંપશે.

ભાજપ સરકાર હંમેશા શિક્ષણ વિરોધી માનસિકતા ધરાવે છે માટે ભાજપ સરકાર ક્યારેય પણ શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવાની કામગીરી કરતી નથી. પરંતુ જે શિષ્યવૃત્તિ જેવી વ્યવસ્થા છે તેને પણ કમજોર કરવાની કોશિશ કરી રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે અને વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો પણ ખૂબ જ વધી ગયો છે અને જો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવામાં તકલીફો પડશે. તો શિક્ષણની પરિસ્થિતિ વધુ ખરાબ થશે. જેને ધ્યાનમાં રાખીને આવતીકાલે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.